પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે વડોદરામાં C- 295 લશ્કરી એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કૉમ્પલેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં લશ્કરી વિમાનોના ઉત્પાન માટે ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એસેમ્બ્લી લાઇન છે.
આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સ વૈશ્વિક એરોસ્પેસ ઉત્પાદનમાં વિશ્વસનીય ભાગીદારી તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું કે આ ફેક્ટરી માત્ર ભારત – સ્પેન સંબંધોને જ મજબૂત નહીં બનાવે, પરંતુ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોન ધ વર્લ્ડ મિશનને પણ સશક્ત બનાવશે. સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની વધતી ક્ષમતાઓ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દિવસો દૂર નથી, જ્યારે ભારત વિશ્વ માટે નાગરિક વિમોનું ઉત્પાદન કરશે અને દેશના MSME ક્ષેત્રનો તેમાં મોટો ફાળો હશે.
પ્રધાનમંત્રીએ ભારતના સંરક્ષણ ક્ષેત્રની અભૂતપૂર્વ વૃદ્ધિ અને દેશમાં વાઇબ્રન્ટ સંરક્ષણ ઉદ્યોગનું નિર્માણ કરવા અને સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક પગલાંઓ વિશે પણ વાત કરી.
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં લગભગ 1 હજાર સંરક્ષણ સ્ટાર્ટઅપની રચના કરાઈ છે. સાથે જ દેશની સંરક્ષણ નિકાસમાં 30 ગણો વધારો થયો છે. ભારત હવે વિશ્વના 100 થી વધુ દેશોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે.
પીએમ મોદીએ જણાવ્યું કે વડોદરામાં નવી સુવિધા દેશના યુવાનોને કૌશલ્ય અને ટેક્નોલોજી પ્રદાન કરવામાં અને હજારો રોજગારના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવશે. ફૂડ, ફિલ્મો અને ફૂટબોલ દ્વારા ભારત અને સ્પેનના લોકો વચ્ચેના મજબૂત સંબંબો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને દેશોએ વર્ષ 2026ને સંસ્કૃતિ પ્રવાસન અને AIના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 3:34 પી એમ(PM)