ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 28, 2024 3:31 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર બાદ અમરેલી ખાતે અંદાજે 4,900 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર બાદ અમરેલી ખાતે અંદાજે 4,900 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે. આ વિકાસ કાર્યોથી અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના નાગરિકોને લાભ થશે. પીએમ અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવર ખાતે ધોળકિયા ફાઉન્ડેશનની જળ સંરક્ષણ પહેલનું પણ ઉદ્ઘાટન કરશે.
અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે પ્રધાનમંત્રી લગભગ 1,100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ભુજ-નલિયા રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત 2,800 કરોડ રૂપિયાથી વધુના રોડ પ્રોજેક્ટ્સ અને રૂ. 700 કરોડથી વધુના જળ સંરક્ષણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ