ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ કેટલાકં પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આવતી કાલે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે C-295 વિમાનનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદઘાટન કરશે. ભારતમાં લશ્કરી વિમાનનાં ઉત્પાદન માટેની ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એસેમ્બલી લાઇન છે. ઉડ્ડયન ક્ષેત્રમાં આ મહત્વની મેક ઇન ઇન્ડિયા પહેલ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સ્પેનની એરબસ સાથે મળીને આ પ્લાન્ટ સ્થાપી રહી છે.

પ્રધાનમંત્રી અમરેલી ખાતે ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે અને ચાર હજાર 900 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત કરશે. આ પ્રોજેક્ટથી અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાનાં લોકોને લાભ થશે.

કનેક્ટિવિટી વધારવા પ્રધાનમંત્રી 2800 કરોડથી વધુનાં રોડ પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત પણ કરશે. તેઓ આશરે એક હજાર 100 કરોડ રૂપિયાનાં ખર્ચે પૂર્ણ થયેલા ભુજ-નલિયા ગેજ રૂપાંતરણ પ્રોજ્ક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી અમરેલી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન સહિતનાં 700 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું પણ ઉદઘાટન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ