પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 2024-2025નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે, તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. અંદાજપત્ર પરનો પ્રતિભાવ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના જાહેર કરી છે, જે દેશમાં કરોડો નવી નોકરીઓનું સર્જન કરશે.
કૃષિ ક્ષેત્ર, ખાસ કરીને પ્રાકૃતિક કૃષિને અગ્રતા આપવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બજેટની પ્રશંસા કરી હતી.
આ અંદાજપત્ર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે જે નવ પ્રાથમિકતા નક્કી કરી છે. તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે.
Site Admin | જુલાઇ 23, 2024 7:45 પી એમ(PM)