ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશવિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશવિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી આવૃત્તિ હશે. શ્રોતાઓ ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત માયગૉવ અને નમો એપ પર પણ મંતવ્ય મોકલી શકાશે.
કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર કરાશે. “મન કી બાત” કાર્યક્રમ આકાશવાણી સમાચારની વેબસાઈટ અને ન્યૂઝ ઑન એ.આઈ.આર. એપ પર પણ ઉપલબ્ધ રહેશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પર પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ