ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 7:26 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરવા જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું કે, ‘તેઓ સંગઠિત થઈ સહયોગ સાથે આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરશે.’ શ્રી મોદીએ કહ્યું, ‘આ ગંભીર મુદ્દા પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નથી.’ રશિયાના કઝાનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાથી બનેલા બ્રિક્સ શિખર સંમેલનની 16મી આવૃત્તિના સમાપનસત્રને સંબોધતા શ્રી મોદીએ આમ કહ્યું હતું.
શ્રી મોદીએ ઉમેર્યું કે, ‘યુવાનોને કટ્ટર બનાવતી શક્તિઓને રોકવા માટે સક્રિયતાથી કામ કરવું પડશે.’ તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં વિચારણા હેઠળ રહેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સમજૂતીના મુદ્દા પર કામ કરવાનું પણ આહ્વાન કર્યું હતું. શ્રી મોદીએ સાયબર સલામતી અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સને સલામત બનાવવા માટે વૈશ્વિક દિશાનિર્દેશ પર કામ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ કહ્યું કે, ‘ફુગાવાને નિયત્રણમાં લાવવું અને ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા તથા ઊર્જા, આરોગ્ય અને પાણી જેવા વિષય દરેક દેશ માટે પ્રાથમિકતાના મુદ્દા છે.’
બ્રિક્સ સંમેલન દરમિયાન શ્રી મોદીએ ઉમેર્યું કે, બ્રિક્સ એ વિશ્વની 40 ટકા વસતિ અને લગભગ 30 ટકા અર્થવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા 2 દાયકામાં સંગઠને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રધાનમંત્રીએ સંબોધનમાં વર્ષ 2022માં શરૂ કરાયેલા બ્રિક્સ રસી સંશોધન અને વિકાસ કેન્દ્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કેન્દ્ર દરેક દેશમાં આરોગ્ય સુરક્ષા મજબૂત કરી રહ્યું છે.
શ્રી મોદીએ કહ્યું, હરિયાળા વિકાસ અને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આધારભૂત ઢાંચો તૈયાર કરવું એ ભારતની પ્રાથમિકતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ