ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 2:15 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે.
બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થા વિશે હાલની સમજૂતિને જોતા આ બેઠકનું મહત્વ વધી ગયું છે. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે પાછલા પાંચ વર્ષોમાં થનારી આ સુનિયોજીત બેઠક થશે.
શ્રી મોદી આજે બ્રિક્સ સંમેલનને પણ સંબોધિત કરશે. તેઓ રશિયા અને ઇરાનના રાષ્ટ્રપ્રમુખો સાથે પણ દ્વીપક્ષીય બેઠક કરશે. આ પૂર્વે રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન સાથેની બેઠકમાં શ્રી મોદીએ ભારત, રશિયા-યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે મદદ કરવા તૈયાર છે – એ વાત પર ભાર મૂક્યો હતો.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના નેતૃત્વની સાથે પોતાની મુલાકાતથી રાષ્ટ્રપતિ પુતિનને અવગત કરાવ્યા હતા અને કહ્યું કે ભારત ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ઇચ્છુક છે. શ્રી મોદી અને ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસકિયન વચ્ચે પણ બ્રિક્સ સંમેલન દરમિયાન બેઠક મળી હતી અને તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ