પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાના શહેર કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બ્રિક્સ સંમેલન અગાઉની આ બેઠકમાં રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ અને સ્થિરતા પર ભાર મૂકાયો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માનવતાને પ્રાધાન્ય આપે છે. ભારત આવનાર સમયમાં શાંતિ માટે તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે. બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા કઝાન પહોંચેલા પ્રધાનમંત્રીએ બ્રિક્સની સફળ અધ્યક્ષતા માટે રશિયાને અભિનંદન આપ્યા હતા.. બ્રિક્સના સભ્ય દેશો બ્રાઝિલ,રશિયા, ભારત, ચીન અને દક્ષિણઆફ્રિકાના નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.આ બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિન પ્રત્યે તેમની મિત્રતા અને ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કાઝાનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલના ઉદઘાટનથી રશિયા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.તેમ પણ તેમણે કહ્યું હતું..ત્રણ જ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી રશિયા મુલાકાત અંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ મુલાકાતો ભારત અને રશિયા વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 7:51 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાના શહેર કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજી
