પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે.અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કારગિલ જિલ્લાનાં દ્રાસ ખાતે 24થી 26 જુલાઇ દરમિયાન ઉજવણી કરવામાં આવશે. અમારા લેહ લદાખના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી દ્રાસ ખાતે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે.આ ઉપરાંત, તેઓ વોલ ઓફ ફેમ અને કારગિલ યુધ્ધ સંગ્રહાલયની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની મુલાકાત પૂર્વે આજે લદાખના લેફ્ટનન્ટ જનરલ ડોક્ટર બી ડી મિશ્રાના વડપણ હેઠળ સલામતીની સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી.
Site Admin | જુલાઇ 22, 2024 7:41 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે
