પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UDAAN ઉડાન યોજનાની 8 વર્ષની સમાપ્તિ પ્રસંગે જણાવ્યું કે, આ યોજનાથી દેશનાં ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. શ્રી મોદીએએક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષમાં ઉડાન યોજનાથી દેશના ઉડ્ડયનક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. એરપોર્ટની સંખ્યા વધારવાથી લઇને વધુ હવાઈ માર્ગોસુધી આ યોજનાએ કરોડો લોકોની ઉડ્ડયનની સુવિધાને સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત વેપારવાણિજ્યને પ્રોત્સાહન આપવા અને ઉડ્ડયન ક્ષેત્રને વધુ મજબુત કરવા પર પણ મોટી અસર પડીછે. આવનાર સમયમાં અમે વધુ સારી સુવિધા અને આરામ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.ઉલ્લેખનીય છેકે, ઉડાન યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી જેનો હેતુ ભારતીયો માટે હવાઈમુસાફરી વ્યાજબી અને સુલભ બનાવવાનો છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:20 પી એમ(PM)