ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 3:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાત લેશે. જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં આવેલા પૂર બાદ રસ્તા પર પડેલા ભૂવા અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડરો, ફૂટપાથ અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે. જાહેર માર્ગોનું સૌંદર્યીકરણ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે. શહેરનાં પ્રતીક સમાન સ્થળો એમ.એસ. યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર અને લક્ષ્મીવિલાસ પેલેસને આકર્ષક અને વિશિષ્ટ લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે અને રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે.
બંને દેશોનાં પ્રધાનમંત્રીઓ વડોદરા ખાતે મહત્વાકાંક્ષી એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને મહત્વની દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ બે વર્ષ પહેલાં, 30 ઓક્ટોબર, 2022ના રોજ વડોદરા ખાતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ