પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેએક મહત્વનું મંચ પૂરું પાડશે. તેમજ બ્રિક્સ દેશો દ્વારા શરૂ કરાયેલી પહેલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યમાં સહયાગો માટે સંભવિત ક્ષેત્રોની ઓળખ કરવાની તક પણપૂરી પાડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સભ્ય દેશોના પોતાના સમકક્ષો અને આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરેતેવી શક્યતા છે.’
Site Admin | ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી