ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે.
આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિયાણાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ શરૂ થશે.
સંમેલનમાં રાષ્ટ્રીય વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે બંધારણના અમૃત મહોત્સવના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં દેશમાં 13 મુખ્યમંત્રીઓ અને 16 નાયબ મુખ્યમંત્રીઓ ભાજપાના છે, જ્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ પક્ષના સહયોગી પક્ષોમાંથી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ