ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા પ્રાપ્ત થવા અંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ અને પાલી ભાષાના મહત્વ અને બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો અંગે તેમના મંતવ્યો રજૂ કરશે. આ સમારોહમાં સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ સંબોધન કરશે. આ પ્રસંગે સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ ઉપસ્થિતરહેશે.
તાજેતરમાં પાલી સહિત અન્ય ચાર ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા મળવાથી આ વર્ષે અભિધમ્મ દિવસની ઉજવણીનું મહત્વ વધી જાય છે. અભિધમ્મ અંગે ભગવાન બુદ્ધના ઉપદેશો મૂળ પાલી ભાષામાં ઉપલબ્ધ છે. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના તેત્રીસ દિવ્ય જીવોના આકાશ થી પવિત્ર સ્થળ સંકસિયામાં અવતરણની યાદ અપાવે છે. જે હાલમાં ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં સંકીસા બસંતપુર તરીકે ઓળખાય છે. ઐતિહાસિક અશોક સ્તંભના કારણે આ સ્થળનું મહત્વ વધી જાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ