ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2024 7:50 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યુ હતું. જેમાં યુનેસ્કોના મહાનિદેશક ઑડ્રે એજોલે તેમજ 150 દેશોના બે હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પૂર્વે શ્રી મોદીએ આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શિનીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતમાં પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠક 21 થી 31 જુલાઈ સુધી ચાલશે.

વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ સ્થળો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લે છે. આ દરમિયાન વિશ્વ ધરોહર યાદીમાં નવા સ્થાન નક્કી કરવા, હાલની 124 વિશ્વ ધરોહર સંપત્તિઓના સંરક્ષણની સ્થિતિ અંગે અહેવાલ અને આંતરરાષ્ટ્રીય સહાય તેમજ વિશ્વ ધરોહર ભંડોળના ઉપયોગ સહિત અન્ય દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વધરોહર સમિતિની બેઠકની યજમાની કરવાની તક ભારતને મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ