પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગોંડલ શહેરમાં વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લાને વંથલી એપીએમસી ખાતેથી ૧૯ કરોડ ૫૯ લાખ રૂપિયાના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તેમણે વંથલી પશુ દવાખાનાનું ગૌ પૂજન કરીને લોકાર્પણ સહિત વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું.
વિકાસ સપ્તાહ અંતર્ગત ITI સુરેન્દ્રનગર ખાતે નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાંસદ શોભના બારૈયા અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં 83 કરોડ 94 લાખ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયા હતા.
ખેડા જિલ્લામાં આવતીકાલે બાલ્કન-જી-બારી, નડીઆદ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 3:56 પી એમ(PM)