ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની રાજધાની વિયનચનમાં 19માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની રાજધાની વિયનચનમાં 19માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે.
વિશ્વના ટોચના નેતાઓના વડપણમાં આ સંમેલન પ્રાદેશિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે તેમજ ભાગ લેનારા દેશના પ્રાદેશિક મુદ્દાઓ વિશે ચર્ચા – વિચારણા માટેની તક પૂરી પાડે છે.
પૂર્વ એશિયા શિખર સંમેલનમાં દસ આશિયાન દેશો ઉપરાંત 8 ભાગીદાર દેશ-ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા અને અમેરિકા સામેલ છે. તિમોર–લેસ્તે પણ આ સંમેલનમાં નિરીક્ષક દેશ તરીકે સામેલ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વૈશ્વિક નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે. શ્રી મોદીએ ગઈકાલે વિયનચનમાં 21માં આસિયન -ભારત શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. લાઓ, આસિયાનનો વર્તમાન અધ્યક્ષ દેશ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ