ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2024 1:53 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. તેમજ સભાને સંબોધિત કરશે. આ વર્ષે ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે.
આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરે છે. અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ સ્થળો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લે છે.

આ દરમિયાન વિશ્વ ધરોહર યાદીમાં નવા સ્થાન નક્કી કરવા, હાલની 124 વિશ્વ ધરોહર સંપત્તિઓના સંરક્ષણની સ્થિતિ અંગે અહેવાલ અને આંતરરાષ્ટ્રીય સહાય તેમજ વિશ્વ ધરોહર ભંડોળના ઉપયોગ સહિત અન્ય દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિની બેઠકની યજમાની કરવાની તક ભારતને મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
સામાજિક માધ્યમના દ્વારા એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, આ બેઠક દેશની ધરોહરની જાળવણી માટે વૈચારિક આદાન-પ્રદાન માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ