પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચૂઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.આ યોજનામાં ડૉ.બાબા સાહેબ આંમ્બેડકર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉન્નયન અને શિરડી વિમાન મથકના નવા એકીકૃત ટર્મિનલ ભવનનું નિર્માણ પણ સામેલ છે.પ્રધાનમંત્રી મુંબઈ, નાસિક, જાલના, અમરાવતી, ગઢચિરોલી, બુલઢાણા, વાશિમ, ભંડારા, હિંગોલી અને થાણે જિલ્લાના અંબરનાથમાં સરકારી મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કરશે.મોદી ઉદ્યોગ ક્ષેત્ર માટે તૈયાર કાર્યબળ તૈયાર કરવાના હેતુથી ભારતીય કૌશલ સંસ્થાન – IIS, મુંબઈનું પણ ઉદ્ઘાટન કરશે.મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 9:28 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે
