પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની 23 વર્ષની વિકાસ યાત્રાને ઉજાગર કરવા રાજ્યમાં આજથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે.
વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યમાં લોકભાગીદારીથી વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની થીમ આધારિત દિવસોની ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતે વિધાનસભામાં આજે મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. વર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧માં ૭ ઓક્ટોબરે રાજ્યના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે એક વહિવટકર્તા તરીકે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ ૨૩ પૂર્ણ કર્યા છે. આ ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં નરેન્દ્ર મોદીના તેમના શાસન દરમિયાન વિકાસ કામોથી પ્રસિદ્ધ થયેલા સ્ટેચ્ચુ ઓફ યુનિટી, કચ્છનું સ્મૃતિવન, શ્યામજી કૃષ્ણ વર્માનું સંગ્રહાલય સહિતના ૨૩ જેટલા આઈકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રા કરાશે..‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો પોતાના અનુભવો શેર કરી શકશે. ભારત વિકાસ પ્રતિજ્ઞા ,રૂ. ૩૫૦૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ યોજાશે.