પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મહોમ્મદ મુઇઝ્ઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં શ્રી મુઈઝુ સાથે પારસ્પરિક હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
અગાઉ માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રીમુઈઝુ અને તેમની પત્ની સાજીધા મોહમ્મદનું સ્વાગત કર્યું હતું. બાદમાં ડો. મુઈઝુએ રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
Site Admin | ઓક્ટોબર 7, 2024 3:07 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મહોમ્મદ મુઇઝ્ઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ
