પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ પર સેવાને આજે 23 વર્ષ પૂરા થઈ રહ્યા છે. વર્ષ 2001માં આજના દિવસે જ તેઓ સૌ પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. કેન્દ્રમાં NDA સરકારે શરૂ કરેલા કલ્યાણકારી કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા તેમના કાર્યોથી પ્રેરિત છે.
‘ગુજરાત મૉડલ’ તરીકે ઓળખાતા આ અભિયાનોમાં જળ સંરક્ષણ, વૃક્ષારોપણ અભિયાન, બંધારણનો ઉત્સવ, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન, રમત-ગમત અને સંસ્કૃતિને પ્રોત્સાહન સામેલ છે.
શ્રી મોદીએ લોકભાગીદારી એટલે કે શાસનમાં લોકોની ભાગીદારી પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ શરૂ કરેલું ચર્ચિત જળજીવન મિશન 2004, ઉત્તર ગુજરાતના દુકાળગ્રસ્ત વિસ્તારો માટે શરૂ કરાયેલી સુજલામ સુફલામ જળ અભિયાનના અનુભવથી પ્રેરિત છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:27 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ પર સેવાને આજે 23 વર્ષ પૂરા થઈ રહ્યા છે
