ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 8:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે મહારાષ્ટ્રના વાશિમમાં શ્રી મોદીએ એમ પણ કહ્યું કે સરકારનો દરેક નિર્ણય નીતિ વિકસિત ભારતને સમર્પિત છે અને ખેડૂતો આ પરિપ્રેક્ષ્યમાં મુખ્ય આધાર સ્તંભ છે. લગભગ 23 હજાર 300 કરોડ રૂપિયાની કૃષિ અને પશુપાલન સંબંધિત વિવિધ પહેલ શરૂ કરાવતી વખતે પ્રધાનમંત્રીએ વાશિમના પોહરાદેવી ખાતે બંજારા સમુદાયના સમૃદ્ધ વારસાને દર્શાવતા બંજારા હેરિટેજ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ચાર માળના મ્યુઝિયમમાં 13 ગેલેરીઓ છે જે તેના નેતાઓ અને ચળવળના ચિત્રો દ્વારા બંજારા વારસાને પ્રકાશિત કરે છે. તેમણે લોકોને સમુદાયની સંસ્કૃતિ અને પરંપરા વિશે જાણવા માટે સંગ્રહાલયની મુલાકાત લેવા વિનંતી કરી.
શ્રી મોદીએ લગભગ 9 કરોડ 40 લાખ ખેડૂતોને લગભગ 20 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી-કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જાહેર કર્યો. રાજ્યની નમો શેતકરી મહાસમ્માન યોજના હેઠળ 90 લાખ ખેડૂતોને 1,900 કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક હજાર 920 કરોડ રૂપિયાના સાત હજાર પાંચસોથી વધુ કૃષિ મળખાના ફંડ પ્રોજેક્ટ્સ અને એક હજાર 300 કરોડ રૂપિયાના સંયુક્ત ટર્નઓવર સાથે નવ હજાર 200 ખેડૂત ઉત્પાદક સંગઠનો પણ સમર્પિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, સભાને સંબોધિત કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં દેશની આર્થિક પ્રગતિનું નેતૃત્વ કરવાની અપાર ક્ષમતા છે અને આ ત્યારે જ વાસ્તવિકતા બની શકે છે જ્યારે ગરીબો, ખેડૂતો, મજૂરો, દલિતો અને વંચિતોના સશક્તિકરણનું અભિયાન ચાલુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ