પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ફોન પર વાત કરી. ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી લક્સને ભારતમાં સામાન્ય ચૂંટણીઓ બાદ ફરીથી ચૂંટવા બદલ પ્રધાનમંત્રી મોદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
બંને નેતાઓએ આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વેપાર અને આર્થિક સહયોગ, પશુપાલન, ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ, અંતરિક્ષ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી દ્વિપક્ષીય સહકારને આગળ વધારવા બંને દેશો સંમત થયા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડમાં ભારતીય પ્રવાસીઓના હિતોની સંભાળ રાખવા બદલ પ્રધાનમંત્રી લક્સનનો આભાર માન્યો હતો. પીએમ લક્સને પ્રવાસી ભારતીયોની સુરક્ષા અને સુખાકારી માટે સતત પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.