પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી વાશિમમાં 23 હજાર 300 કરોડ રૂપિયાના મૂલ્યની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલોનો પ્રારભ કરાવશે. તેઓ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જમા કરાવશે. આનાથી દેશભરના 9.4 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમનો સીધો નાણાકીય લાભ મળશે. આ પ્રસંગે, તેઓ મહારાસ્ટ્ર સરકારની નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાના પાંચમા હપ્તા હેઠળ ખેડૂતોને આશરે બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો લાભ પણ જારી કરશે. તેઓ બંજારા સમુદાયના સમૃદ્ધ વારસા પર બંજારા વિરાસત સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી કૃષિ આધાર માળખું ભંડોળ હેઠળ 1 હજાર 920 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ પરીયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી મુખ્ય મંત્રી સૌર કૃષિ વાહિની યોજના 2.0 હેઠળ મહારાષ્ટ્રમાં કુલ 19 મેગાવોટની ક્ષમતાવાળો પાંચ સોલાર પાર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી મોદી થાણે ખાતે 32 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી લગભગ 14 હજાર 120 કરોડ રૂપિયાની કિંમતની મુંબઈ મેટ્રો લાઇન-3ના BKCથી આરે JVLR સેક્શનનું ઉદ્ઘાટન કરશે.
શ્રી મોદી લગભગ 12 હજાર 200 કરોડના ખર્ચે નિર્માણ થનાર થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને 2 હજાર અને 550 કરોડ રૂપિયાના નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફલ્યુએન્સ નોટિફાઈડ એરિયા પ્રોજેક્ટના પહેલા તબક્કાનો શિલાન્યાસ કરશે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:02 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી