પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 18મો હપ્તો જમા કરાવશે. દેશનાં 9 કરોડ 40 લાખથી વધુ ખેડૂતોનાં ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થશે. આ પ્રસંગે, શ્રી મોદી નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાના 5મા હપ્તા હેઠળ મહારાષ્ટ્રના ખેડૂતોને આશરે બે હજાર કરોડ રૂપિયાનાં વધારાનો લાભ પણ જારી કરશે. શ્રી મોદી એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ હેઠળ એક હજાર 920 કરોડોનાં વિવિધ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના 2.O હેઠળ મહારાષ્ટ્રમાં 19 મેગાવોટની કુલ ક્ષમતાના પાંચ સોલર પાર્ક સમર્પિત કરશે.
શ્રી મોદી થાણેમાં મહત્વનાં મેટ્રો અને રોડ પ્રોજેક્ટ્સનું શિલારોપણ કરશે અને 14 હજાર 120 કરોડ રૂપિયાનાં મુંબઇ મેટ્રો લાઇન પ્રોજેક્ટ્-3 હેઠળનાં બીકેસીથી આરે JVLR સેક્શનનું ઉદઘાટન પણ કરશે. આ પ્રોજેક્ટથી દૈનિક 12 લાખ પ્રવાસીઓને લાભ થશે. તેઓ 12 હજાર કરોડનાં ખર્ચે બનનારા થાણે ઇન્ટીગ્રલ રિગં મેટ્રો રેલ પ્રોજેક્ટ ઉપરાંત રોડ અને વિમાન પરિવહન અંગેનાં પ્રોજેક્ટ્સનું શિલારોપણ પણ કરશે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:56 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી