પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે. સંમેલનની આ ત્રીજી આવૃત્તિ આ રવિવાર સુધી ચાલશે. આ વર્ષનું સંમેલન હરિયાળા પરિવર્તનના ધિરાણ, ભૌગોલિક આર્થિક વિભાજન અને વિકાસ માટે અનુમાન તેમજ સ્થિતિસ્થાપકતા યથાવત્ રાખવા નીતિ કાર્યવાહીના સિદ્ધાંતો જેવા વિષય પર કેન્દ્રિત રહેશે.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાન અને નીતિ નિર્માતા ભારતીય અર્થવ્યવસ્થા અને વૈશ્વિક દક્ષિણની અર્થવ્યવસ્થાઓ સામે આવતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. આ સંમેલનમાં વિશ્વભરના વક્તાઓ ઉપસ્થિત રહેશે. કૌટિલ્ય ઇકોનૉમિક સંમેલનનું આયોજન નાણા મંત્રાલયની સાથેની ભાગીદારીમાં આર્થિક વિકાસની સંસ્થાન દ્વારા કરાયું છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 9:01 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે.
