પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાના રક્ષક તરીકે સેવા આપે છે, અને દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વાચા આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મંત્રીમંડળના નિર્ણયને વધાવ્યો હતો જ્યારે મંત્રીમંડળે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી તે બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આનંદ વ્યક્ત કર્યો છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 8:56 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી