પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી નવસારી-વિજલપોર નગરપાલિકાને ૩૨૧ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી.
જેમાં અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાના ૧૩૭ કરોડ ૮૫ લાખના કાર્યો અને ભૂગર્ભ ગટર યોજનાના ૧૨૭ કરોડ ૧૪ લાખના કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લગભગ 60 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે.
નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ નવસારીવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના આમસોંટા ગામ માટે 32 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડેલ નિવાસી શાળાનું વર્ચ્યુઅલી ખાતમહૂર્ત કર્યું હતું. ગાંધી જયંતિ પ્રસંગે યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ભૂમિ પૂજન કર્યું છે.