ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 3:48 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ- અનેક કરાર પર હસ્તાક્ષર

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જમૈકાના તેમનાસમકક્ષ ડૉ. એન્ડ્રુ હોલનેસ સાથે દ્વિપક્ષિય સંવાદ કર્યો હતો. હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદીએ ડૉ હોલનેસનું સ્વાગત કર્યુ હતું. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા બંને દેશ વચ્ચે સંખ્યાબંધ કરાર પર હસ્તાક્ષર થયા હતા. ડો. હોલેનેસની આ પ્રથમ ભારત મુલાકાત છે. જમૈકાના પ્રધાનમંત્રી તેમની ચાર દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે તેમજ અને વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાતચીત કરશે. તેઓ આવતીકાલે વારાણસીની પણ મુલાકાત લેશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે,જમૈકાના પ્રધાનમંત્રીની આ મુલાકાત બંને દેશ વચ્ચે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવશે અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારશે. જમૈકાના વિકાસલક્ષી પરિયોજનાઓને સમર્થન આપવા ભારત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. જમૈકાના કિટ્સન ટાઉનમાં એક ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટ વર્ષ 2019માં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી 10 લાખ યુએસ ડૉલરના અનુદાન સાથે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ભારત અને જમૈકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 66 મિલિયન અમેરિકી ડૉલરને વટાવી ગયો છે, જેમાં ભારતની નિકાસ સતત વધી રહી છે. ભારતીય કંપનીઓએ જમૈકામાં પણ IT અને BPO ક્ષેત્રમાં આર્થિક જોડાણને વધાર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ