પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘હાલમાં જિલ્લા અદાલતથી સ્વારગેટ સેક્શન રૂટનું લોકાર્પણ થયું છે. આ રૂટ પર પણ હવે મેટ્રો શરૂ થશે. આજના જ દિવસે ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે મેમોરિયલનો પાયો પણ રખાયો છે. સોલાપુરને હવાઈ જોડાણથી જોડવા હવાઈમથકને વધુ સુસજ્જ કરવાનું કામ પૂર્ણ કરાયું છે. અહીંથી ટર્મિનલ બિલ્ડીંગની ક્ષમતા વધારવામાં આવી છે.’ શ્રી મોદીએ તેમણે એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કર્યું. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કર્યું હતું. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે.
શ્રી મોદી રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત સાત હજાર, 855 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બિડકિન ઔદ્યોગિક વિસ્તાર દેશને સમર્પિત કર્યો. છત્રપતિ સાંભાજીનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલો આ ઔદ્યોગીક વિસ્તાર, મરાઠાવાડા પ્રાંતમાં ઉજળી આર્થિક તકોનું કેન્દ્ર બનવાની સંભાવના ધરાવે છે. પ્રધાનમંત્રી સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી સોલાપુરના પ્રવાસીઓ, વેપારીઓ અને રોકાણકારો માટે પરિવહન સરળ બનશે. સોલાપુરમાં હાલના ટર્મિનલ બિલ્ડીંગનું વાર્ષિક આશરે 4.1 લાખ મુસાફરોને સેવા આપવા માટે નવીનીકરણ કરવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 1:53 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી