પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાંમન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમઆકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રીકાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:30 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે
