પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહેઆજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ભગતસિંહનેશ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ એક અમર સ્વાતંત્ર્ય સેનાની છે જેમણે માતૃભૂમિનાસન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ અમર શહીદનેયાદ કરતાં ક્રાંતિકારી ભગતસિંહે પોતાની અદમ્ય હિંમતથી માત્ર બ્રિટિશ શાસનનેપડકાર્યું ન હતું પરંતુ દેશની આઝાદી અને તેના સુવર્ણ ભવિષ્ય માટે પોતાના જીવનનુંબલિદાન પણ આપ્યું હોવાનું કહ્યું હતું. શ્રી શાહે કહ્યું કે ભગતસિંહના બલિદાનથીસ્વતંત્રતા સંગ્રામ વધુ શક્તિશાળી બન્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:27 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહેઆજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
