પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. ત્યાં તેઓ 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી જિલ્લા અદાલતથી સ્વારગેટ સુધી શરૂ થનારી મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપશે. સુપર કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ દેશમાં વિકસિત આશરે 130 કરોડ રૂપિયાના મૂલ્યના ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કરશે.
અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા માટે આ સુપર કોમ્પ્યુટર પુણે, દિલ્હી અને કોલકાતામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી હવામાન અને આબોહવા સંશોધન માટે બનાવેલ ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ પ્રક્રિયાનું ઉદ્ઘાટન કરશે. 850 કરોડની આ યોજના હવામાન સંબંધિત એપ્લિકેશનો માટે ભારતની કમ્પ્યુટિંગ ક્ષમતાઓને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 9:33 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #Maharashtra #akashvani | India | newsupdate | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી