ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના પુણેમાં 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુ રકમની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.મોદી જિલ્લા અદાલતથી પૂણેના સ્વરગેટ સુધી દોડનારી મેટ્રોટ્રેનને લીલી ઝંડી આપશે. સુપરકોમ્પ્યુટિંગ ટેક્નોલોજીનાક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે, પ્રધાનમંત્રી લગભગ 130 કરોડ રૂપિયાની કિમતના ત્રણ PARAM રુદ્ર સુપર કમ્પ્યુટર્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે રાષ્ટ્રીય સુપરકોમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશીરીતે વિકસિત કરાયા છે. આ સુપર કમ્પ્યુટર પૂણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા માટેતહેનાત કરાયા છે.પ્રધાનમંત્રી મોદી 850 કરોડ રૂપિયાના ખર્ચે હવામાન અને આબોહવા સંશોધનમાટે તૈયાર કરાયેલી પરિયોજના હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ