પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં ફ્યુચર સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સકી સાથે અલગથી મુલાકાત કરી હતી. શ્રી મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિયાનને પણ મળ્યા હતા અને વિયેતનામના રાષ્ટ્રપતિ તો લેમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પરચર્ચા કરી અને મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ-લે કરી હતી.
શ્રી મોદીએ વાવાઝોડા યાગી કારણે વિયેતનામમાં થયેલા નુકસાન અંગે સહાનુભૂતિ દર્શાવી તો વિયેતનામના રાષ્ટ્રપતિએ ઓપરેશન સદભાવ હેઠળ ભારત દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતની સમયસર પુરવઠા માટે શ્રી મોદીનો આભાર માન્યો હતો. આ સાથે શ્રી મોદીએ નેપાળ, કુવૈત અને પેલેસ્ટાઈનના વડાઓ સાથે પણ બેઠકો યોજી હતી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 10:39 એ એમ (AM) | પ્રધાનમંત્રી