ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 9:37 એ એમ (AM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પીએમ કિસાન નિધિના 17મા હપ્તા હેઠળ 9 કરોડ 30 લાખ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂતોને તેમની પેદાશની યોગ્ય કિંમત મળી રહે તે માટે વર્ષ 2024-25નાં ખરીફ પાક માટે લઘુત ટેકાનાં ભાવ-MSPમાં વધારો કરવામાં આવ્યો છે, જેનું મૂલ્ય બે લાખ કરોડ રૂપિયા છે.
ખેડૂતોનાં જીવન ધોરણમાં સુધારો કરવા સાત યોજનાઓમાં 14 હજાર 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. જળવાયુ પરિવર્તિનને કારણે હવામાનની પેટર્ન અનિશ્ચિત બની હોવાથી બે હજાર કરોડ રૂપિયાનાં ખર્ચ સાથે મિશન મોસમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આને કારણે હવામાન આગાહીની ક્ષમતા મજબૂત બનશે. સિંચાઇની ક્ષમતા વધારવા માટે પોલાવરમ સિંચાઈ યોજના માટે 12 હજાર 100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ