ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 7:44 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. તેઓ અમેરિકા જવા આવતીકાલે સવારે રવાના થશે અને અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં બાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
ત્યારપછી તેઓ ન્યૂયોર્કમાં 22મી સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કરશે. તેઓ અમેરિકાની અગ્રણી કંપનીઓના વડાઓ સાથે પણ ઉદ્યોગ ક્ષેત્રનો સહકાર વધારવા અંગે ચર્ચા વિચારણા કરશે. અમેરિકાની મુલાકાતના અંતિમ દિવસે તેઓ ન્યૂયોર્કમાં રાષ્ટ્રસંઘની મહાસભામાં યોજાનાર આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ