પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત અને ધિરાણની રકમનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અમરાવતીમાં પીએમ મિત્રપાર્કનું પણ ખાતમુહૂર્ત કર્યું. તેમ જ આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હૉલ્કર મહિલા સ્ટાર્ટ-અપ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પહેલા પ્રધાનમંત્રીએ કાર્યક્રમ સાથે સંકળાયેલા પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું અને કલાકારો સાથે સંવાદ કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 2:28 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં પીએમ વિશ્વકર્મા કાર્યક્રમનાં એક વર્ષની સમાપ્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી
