ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 10:26 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધાની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાનાં એક વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી PM વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરશે અને લોનની રકમ જમા કરાવશે.

પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા કલાકારોનાં કૌશલ્ય વિકાસ માટે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. શ્રી મોદી વર્ધામાં આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીને ટુલકિટ અર્પણ કરશે. તેઓ થીમ પેવેલિયન ખાતે કલાકારો સાથે વાતચીત પણ કરશે. શ્રી મોદી અમરાવતી જિલ્લામાં સ્થપાનાર પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું શિલારોપણ કરશે અને મહારાષ્ટ્ર સરકારની બે યોજનાઓ શરૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ