પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, આગામી 22મી જુલાઈથી સંસદનુ બજેટ સત્ર રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી મોદી આજે સવારે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસ બાદ પરત ફર્યા છે.
Site Admin | જુલાઇ 11, 2024 3:04 પી એમ(PM) | બજેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ સંદર્ભે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે.
