૧૭મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુંકાર્યક્રમ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા.ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેસચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું.. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પથિકા આશ્રમ ડેપોમાં શ્રમદાનકર્યું. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદના સાણંદ બસ સ્ટેશન ખાતેશ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા..અમદાવાદમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, તો દસક્રોઈમાં સેવા સેતુ કાર્યક્રમના દસમાતબક્કાનો શુભારંભ થયો.. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો શુભારંભ કરાયો. “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત શહેરમાંઅંદાજે 4 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શ્રમદાન કર્યુંઅને વૃક્ષારોપણ પણ કર્યું. સાબરકાંઠામાં સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનનોપ્રારંભ કરાયો.. મહેસાણાના જોરણક ગામે જિલ્લા કલેકટરે જિલ્લા કક્ષાના “સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ”નો પ્રારંભ કરાવ્યો. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો.બોટાદ જિલ્લાના ઉમરાળા ગામે સ્વચ્છતાની સારી કામગીરી બદલ ઉમરાળાગ્રામ પંચાયત અને સ્વચ્છતા કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું.આગેવાનો દ્વારા વૃક્ષ વાવેતર અને સ્વચ્છતા અંગે લોકોને માર્ગદર્શન અપાયુ. તો જાળીલાગામે કલ્સ્ટર કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
આ ઉપરાંત, વડોદરાના પાદરા તાલુકામાં 55 દીકરીઓને વ્હાલી દિકરીયોજનાના લાભોનું વિતરણ કરાયુ.ભરૂચના ભોલાવ એસટી ડેપોમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધકાર્યક્રમોનું આયોજન કરાયું તો ભરૂચ નગરપાલિકાનો”સેવા સેતુ”કાર્યક્રમ ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયો.દીવની આઠ ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડાનો પ્રારંભ કરાયો.છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ગામે “એક પેડ માં કે નામ”અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના ચીભડાં ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું,વન વિભાગ દ્વારા અંદાજે 500 રોપાનું વાવેતર તેમજ3 હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું.પંચમહાલ, અરવલ્લી, નવસારી, નર્મદા, જામનગર, ભાવનગરમાં અગ્રણીઓ દ્વારાશ્રમદાન તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમ પણ યોજાયા. અમદાવાદના આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રમાં પણ સફાઇ અભિયાન યોજાયુ હતુંઅને કર્મચારીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા.ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ કાર્યક્રમ આગામી 31ઓક્ટોબર સુધી ચાલશે..
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 7:18 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી