પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાનમથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિમાનમથકે તેમનું સ્વાગત કર્યુ હતું.
તેઓ આજે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે સાડા દસ વાગ્યે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો- રિ-ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે. આ સમિટમાં ભાજપ અને એનડીએ શાસિત કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
શ્રી મોદી આજે બપોરે પોણા બે વાગે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો આરંભ કરાવશે અને સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે.
બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓ 8 હજાર કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને આવતીકાલે સવારે ઓડિશા જવા રવાના થશે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 8:45 એ એમ (AM)