પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ઑસ્ટ્રિયા પહોંચ્યા હતા.ઑસ્ટ્રિયાના વિએનામાં ભારતીય સમુદાયના લોકો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્રણ દિવસના વિદેશ પ્રવાસે નિકળેલા પ્રધાનમંત્રી મોદી રશિયામાં 22માં ભારત-રશિયા શિખર સંમેલન બાદ ઑસ્ટ્રિયા માટે રવાના થયા હતા. 41 વર્ષોમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઑસ્ટ્રિયા પ્રવાસ કરી રહ્યા છે.
શ્રી મોદી આજે ઑસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વાન ડેર બેલેન સાથે મુલાકાત કરશે. તેમજ ઑસ્ટ્રિયાના ચાન્સલર કાર્લ નેહમર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી અને ઑસ્ટ્રિયાના ચાન્સલર, બંને દેશોના ઉદ્યોગિક અગ્રણીઓને પણ સંબોધિત કરશે. ઉપરાંત શ્રી મોદી વિએનામાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે.
ગઈકાલે રાતે પ્રધાનમંત્રી મોદી ઑસ્ટ્રિયાના ચાન્સલર દ્વારા આયોજીત રાત્રી ભોજનમાં સહભાગી થયા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ ભવ્ય સ્વાગત માટે ચાન્સલર નેહમરનો આભાર માન્યો હતો.
Site Admin | જુલાઇ 10, 2024 12:09 પી એમ(PM)