ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 7:51 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે.આ નવા રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. એપીએમસી, વાસણાથી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર 35 રૂપિયા રહેશે. આ સેવા શરૂ થવાથી ટ્રાફિક હળવો થશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. આ રૂટ શરૂ થયા બાદ આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ