ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2024 2:07 પી એમ(PM) | મંડપમ

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા દિલ્હી ઘોષણાપત્રને અપનાવવાની જાહેરાત પણ કરશે.દિલ્હી ઘોષણાપત્ર એ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી યોજના છે.આ પરિષદ અને દિલ્હી ઘોષણાપત્રનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.આ પરિષદનું આયોજન નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.તેમાં સમગ્ર એશિયા-પ્રશાંત પ્રદેશમાંથી પરિવહન અને ઉડ્ડયન મંત્રીઓ, નિયમનકારી સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ પર ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ