પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા “દિલ્હી ડેક્લરેશન” ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે.
આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પરિષદનું આયોજન નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. તેમાં સમગ્ર એશિયા-પ્રશાંત પ્રદેશમાંથી પરિવહન અને ઉડ્ડયન મંત્રીઓ, નિયમનકારી સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ પર ઉપસ્થિત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી