પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટનો ગાંધીનગરના સેક્ટર એકથી પ્રારંભ કરાવશે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફો સિટી તેમ જ સેક્ટર એકના વિસ્તારને આવરી લેવાશે.
અમદાવાદથી ગાંધીનગરના મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનું અંતર 21 કિલોમીટરનું રહેશે. શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો ટ્રેન દોડશે અને આગામી સમયમાં આ મેટ્રો ટ્રેન સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર- 16, સેક્ટર- 24 અને મહાત્મા મંદિર સુધી જશે. જ્યારે અમદાવાદના વાસણા APMCથી ગાંધીનગરના સેક્ટર એક સુધીની સાડા 33 કિલોમીટરની મેટ્રો યાત્રાનું ભાડું 35 રૂપિયા રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 7:31 પી એમ(PM)