પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમા નવ નિર્મિત અનુસંધાન રાષ્ટ્રીય સંસોધન ફાઉન્ડેશનની પ્રથમ બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે અવરોધ બની રહેલા પડકારોની ઓળખ કરવાની વાત કરી. વધુમાં તેમણે આ પડકારોને દૂર કરવા માટે પગલા લેવા અને સંસોધન ક્ષેત્રની વર્તમાન સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે જે તે ક્ષેત્રના નિષ્ણાતોની યાદી અને એક ડેશબોર્ડ વિકસીત કરવાનું સૂચન કર્યું. તેમણે સંશોધન અને નવાચાર માટે સંસાધનોના ઉપયોગનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવા ઉપર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક સમુદાયને વિશ્વાસ હોવો જોઈએ કે તેમના પ્રયાસો માટે સંસાધનોની અછત નહી થાય.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:43 પી એમ(PM) | પ્રધાનમંત્રી