ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણા દાયક વ્યક્તિઓનું નામાંકન કરાવવા અપીલ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણા દાયક વ્યક્તિઓનું નામાંકન કરાવવા અપીલ કરી છે.આ એવોર્ડ માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 15મી સપ્ટેમ્બર છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર માટે સંખ્યાબંધ નામાંકન થવા અગે ખુશી પણ વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં, સરકારે પાયાના સ્તરે કામગીરી કરનારા અનેક લોકોને પીપલ્સ પદ્મથી સન્માનિત કર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે પુરસ્કાર મેળવનારાઓની જીવનયાત્રા અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી હોય છે.. કાર્યપ્રણાલીને વધુ પારદર્શક અને સહભાગી બનાવવાની ભાવના સાથે સરકાર વિવિધ પદ્મ પુરસ્કારો માટે અન્ય લોકોને નામાંકન માટે આમંત્રિત કરી રહી છે એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું https://awards.gov.in. પર પદ્મ પુરસ્કાર માટે નામાંકન કરી શકાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ